કાલે ઓફિસે ઘણી ચર્ચાઓ કરી કે, યુક્રેનના વડાએ આમ કરવું જોઈએ, રશિયાએ આમ ન કરવુ જોઈએ અને નાટો એ તેમ કરવુ જોઈએ…. હું ત્યાં હોઉં તો આમ કરી નાખું અને તેમ કરી નાખું ,
ત્યાં ઘરેથી ફોન આવ્યો કે શું જમવાનું બનાવુ… ??
મેં પણ ઓફિસમાં સીન જમાવવા રુઆબથી કીધું કે બટેકાનુ શાક અને થેપલા બનાવી નાખ…..!
ઘરે ગ્યો તો તાંદળજાની ભાજી અને ભાખરી બનાવી’તી…..
મેં પણ કંઈ લપ કર્યા વગર જમી લીધું ,
ક્યાં ખોટી માથાકૂટ કરવી આપણે યુક્રેનની જેમ… !!??!!🤪🤪🤪
પત્ની : આજે ફરીથી ઈયળવાળા શાકભાજી લઇ આવ્યા,
કેટલી વાર કહ્યું છે કે,
શાકભાજી પર ધ્યાન આપો,
શાકભાજીવાળી પર નહિ.🤪😄🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)