Homeરસોઈશિયાળામાં રોજ ખાઓ આ...

શિયાળામાં રોજ ખાઓ આ 1 લાડુ, સાંધાના દુઃખાવવા સહિત ઠંડીમાં રહેશે લાભદાયી

  • ગરમ તાસીરની મેથી ભૂખ વધારે છે
  • પચવામાં હળવી અને હાર્ટ માટે લાભદાયી છે
  • વાયુરોગ, ડાયાબિટીસ અને હાઈ બીપીના દર્દીને કરે છે મદદ

મેથી સ્વાદમાં કડવી અને તીખી, ગરમ, ભૂખ લગાડનાર, પચવામાં હળવી, હૃદય માટે હિતકારી અને ઝાડાને અટકાવનાર છે. તેને દવાની રીતે પણ ખાઇ શકાય છે. મેથીથી વાયુના રોગો થતા નથી, ડાયાબિટીસ અને લોહીનું ઊંચું દબાણ પણ થતું નથી.

શરીર સ્વસ્થ રહે છે શરીરની મેદસ્વિતા પણ નથી રહેતી. ડિલિવરીના સમયમાંથી પસાર થતી માતાને માટે અને સાંધાના દુખાવાની તકલીફમાં આ મેથીના લાડુ મદદ કરે છે. તે સ્વાદિષ્ટ અને ગુણકારી છે. તો આવો જાણીએ મેથીના લાડુ બનાવવાની સરળ રેસિપિ.

સામગ્રી

– 50 ગ્રામ મેથીના દાણા

– 150 ગ્રામ ઘઉંનો લોટ

– 250 ગ્રામ ગોળ

– 150 ગ્રામ દેશી ઘી

– 50 ગ્રામ બદામ

– 50 ગ્રામ ગુંદર

– 5-6 મરી, ઇલાયચી

– 1 નંગ જાયફળ

– 1 ઇંચ તજ

– 1 નાની ચમચી જીરું

– 1 નાની ચમચી સૂંઠનો પાવડર

– 1/4 લિટર દૂધ

બનાવવાની રીત

મેથીના દાણાને મિક્સરમાં પીસી લો. દૂધને ગરમ કરો અને તેમાં મેથી પાવડર નાંખો. તેને બે ત્રણ કલાક ઢાંકીને રાખો. જ્યારે તે ફૂલીને તૈયાર થાય ત્યારે તેને ખોલો. આ મિશ્રણને ઘીમાં શેકો. તે બ્રાઉન રંગનો થાય ત્યાં સુધી શેકો. તેને સતત નીચે સુધી વીસ મિનિટ સુધી હલાવતા રહો. તેમાંથી ઘી છૂટું પડે ત્યાં સુધી તેને શેકીને પ્લેટમાં કાઢો. હવે ગુંદરના નાના ટુકડા કરો અને તેને પણ શેકો. જાયફળને વાટી લો અને મરી, ઇલાયચી, તજ, જીરું, સૂંઠ પાવડરને મિક્સરમાં પાવડર બનાવો. એક બાઉલમાં કાઢો. બદામને પણ મિક્સરમાં પીસી લો. કડાઇમાં ઘી ગરમ કરો અને તેમાં ગુંદરને બ્રાઉન થાય ત્યાં સુધી તળો. તેને કાઢી લો. બચેલા ઘીમાં જરૂર જણાય તો વધારે ઘી ઉમેરીને લોટને શેકો. તેને એક પ્લેટમાં કાઢો.

હવે ગોળની ચાસણી બનાવવાની છે. આ માટે ઘી લો અને સાથે તેમાં ગોળ ઉમેરો. તેને મેલ્ટ થવા દો અને પા કપ પાણી ઉમેરો. ગુંદરને વેલણથી પીસી લો. તે કરકરો થશે. ગોળની ચાસણીને ગાળી લો. તેનાથી કચરો હશે તો નીકળી જશે. હવે ચાસણીને કડાઇમાં ઉમેરો અને વધારે ચઢવો. તેને ગેસ પરથી ઉતારી લો. તે થોડી ઠંડી થાય ત્યારે તેમાં બાકી ચીજો ઉમેરી દો. તેને સારી રીતે હલાવીને મિક્સ કરો. મિશ્રણને ઠંડુ થવા દો. તે ઘટ્ટ થાય પછી તેના લાડુ બનાવો. મીડિયમ સાઇઝના લાડુ તૈયાર કરો અને શિયાળામાં ઠંડીથી બચવા માટે તેનો ઉપયોગ કરો.

Most Popular

More from Author

પત્ની : કોણ છે? 😅😝😂😜🤣🤪

છોકરી- હું પડોસીથી પ્રેમ કરું છું અનેતેની જોડે ભાગી રહી છું!!પિતા-...

ભૂલક્કડ સાહેબ 😅😝😂😜🤣🤪

ટપ્પુ : અલ્યા,આજે મેં એક અફલાતૂન વાત વાંચી.જેને ચાળીસ વર્ષ સુધી...

હવે કબ્રસ્તાન.😅😝😂😜🤣🤪

દાદીમાને ગીતા વાંચતા જોઈનેપૌત્રે માતાને પૂછ્યું, મમ્મી,દાદી કઈ પરીક્ષાની તૈયારી કરી રહ્યા...

ચા માં પડેલા બિસ્કિટ😝😂

એક કવીઝ શો માંમને 5 કરોડનો પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે, તમારી...

Read Now

પત્ની : કોણ છે? 😅😝😂😜🤣🤪

છોકરી- હું પડોસીથી પ્રેમ કરું છું અનેતેની જોડે ભાગી રહી છું!!પિતા- સારું છેમારા પૈસા અને સમય બન્ને બચી જશે…જા જા…છોકરી- હું મમ્મી જે ચિઠ્ઠી મૂકી ગઇ છેને તે વાંચી રહી છું…!!!😅😝🤣😂🤪 એક દારૂડિયો દારૂ પીને મોડી રાતે ઘરે પરત ફર્યોતેને ખબર કેતેની પત્ની આવી સ્થિતીમાં દરવાજો નહીં ખોલે.તેણે...

ઉજ્જૈનના મહાકાલેશ્વર મંદિરની રસપ્રદ પૌરાણિક કથા

મુખ્ય 12 જ્યોતિર્લિંગોમાંના એક મહાકાલ જ્યોતિર્લિંગનો ઇતિહાસ અને પૌરાણિક કથા શું છે? અહીં શિવલિંગ ક્યારે સ્થાપિત થયું, કોણે સ્થાપ્યું અને બાબા મહાકાલેશ્વરની શું કથા છે.ભગવાન મહાકાલેશ્વર ઉજ્જૈનમાં રાજાધિરાજ તરીકે બિરાજમાન છે. ઉજ્જૈનમાં ભગવાન મહાકાલેશ્વરની સ્થાપના ક્યારે, કેમ અને કેવી રીતે થઈ, જાણો રાજા ચંદ્રસેનની કથા. કેવી રીતે...

ભૂલક્કડ સાહેબ 😅😝😂😜🤣🤪

ટપ્પુ : અલ્યા,આજે મેં એક અફલાતૂન વાત વાંચી.જેને ચાળીસ વર્ષ સુધી વાંચતા લખતા નહોતુંઆવડતું એ માણસ સ્ત્રીને કારણેબે વર્ષમાં પ્રોફેસર બની ગયો.પપ્પુ – એમાં શું મોટી વાત?હું એવા માણસને ઓળખું છું જે 40 વર્ષનીઉંમરે પ્રોફેસર હતો અને એક સ્ત્રીને મળીનેબે જ દિવસમાં મુર્ખ બની ગયો.😅😝😂😜🤣🤪 એક સાહેબ ખૂબ...