Homeરસોઈબનાવો બીટરૂટનો હલવો, ઘરે...

બનાવો બીટરૂટનો હલવો, ઘરે આ રીતે ફટાફટ ,જાણી લો સરળ રેસીપી

મોટાભાગના લોકો હલવો તો પસંદ જ હોય છે. ખાસ કરીને શિયાળામાં લોકો વિવિધ ફળો કે શાકભાજીનો હલવો બનાવે છે. જો કે, સ્વાદની સાથે સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. ત્યારે હાલ ફેસ્ટિવ સિઝન અને શિયાળામાં બીટરૂટનો હલવો બનાવીને ખાઈ શકાય છે. પોષક તત્વોથી ભરપૂર આ હલવો બનાવવામાં ખૂબ જ સરળ છે. ત્યારે જાણો ઘરે જ બીટરૂટનો હલવો બનાવવાની સરળ રેસીપી.

  • કુલ સમય: 40 મિનિટ
  • તૈયારીનો સમય: 20 મિનિટ
  • રસોઈનો સમય: 20 મિનિટ
  • કેટલા લોકો માટે: 4

બીટરૂટનો હલવો બનાવવા માટેની સામગ્રી

  • 500 ગ્રામ બીટરૂટ
  • 500 ગ્રામ દૂધ
  • 60 ગ્રામ ઘી
  • 180 ગ્રામ ખાંડ
  • 100 ગ્રામ ખોયા
  • 50 ગ્રામ કાજુ
  • 30 ગ્રામ બદામ
  • 3 ગ્રામ એલચી પાવડર

બીટરૂટનો હલવો બનાવવાની રીત

તૈયારી:

બીટરૂટને ધોઈ તેની છાલ કાઢીને છીણી લો.બદામને ઉકળતા પાણીમાં મૂકી તેને છોલીને સૂકાવીને તેને લાંબી કાપી લો. એક ચમચી ઘી ગરમમાં કાજુ ફ્રાય કરીને સાઈડ પર મૂકી દો.

હલવો બનાવવા માટે

  • એક પેનમાં એક મોટી ચમચી ઘી ગરમ કરીને તેમાં છીણેલું બીટરૂટ ઉમેરી દો અને તેને ધીમી આંચ પર પકાવો.
  • ત્યારબાદ તેમાં દૂધ ઉમેરીને ધીમી આંચ પર પકાવો અને વચ્ચે વચ્ચે હલાવતા રહો.
  • તેને ત્યાં સુધી પકાવો જ્યાં સુધી બીટરૂટ નરમ ન થઈ જાય અને દૂધ સંપૂર્ણપણે સુકાઈ ન જાય.
  • ત્યારબાદ તેમાં ખાંડ, ખોયા નાખીને બીટરૂટ સાથે સારી રીતે મિક્સ કરો.
  • હવે તેમાં ઈલાયચી પાવડર, વધેલું ઘી નાખીને ધીમી આંચ પર થોડો સમય માટે પકાવો.
  • છેલ્લે કાજુ-બદામથી ગાર્નિશ કરીને ગરમા-ગરમ સર્વ કરો.

Most Popular

More from Author

હું તો મારી માઁ ને અહીં જ બોલાવવાની છું.😅😝😂😜🤣

અડધી રાત્રે બેડરૂમનો ટેલિફોન વાગ્યો,પતિ(પત્નીને): કોઈ મારા વિષે પૂછે તો કહેજે...

તેમને આટલી ઊંડી માહિતી કેવી રીતે મળી?😅😝😂😜🤣

છગન ગંભીર રીતે બીમાર પડ્યો.તે ડોક્ટર પાસેથી દવા લઈને ઘરે આવ્યો.પત્ની...

તો હું પૈસા પાછા આપી દઈશ.😅😝😂😜🤣

દુકાનદાર એક મહિલાનેકપડાં દેખાડી-દેખાડીને થાકી ગયો.પોતાના ગુસ્સા પરનિયંત્રણ કરીને છેવટે બોલ્યો“મને...

પપ્પાએ ચપ્પલવાળી કરી.😅😝😂😜

જ્યારે પત્નીએ ઘરમાં પોતું કર્યું હોય ત્યારે બહાર નીકળી વખતેએવો અનુભવ થાય...

Read Now

હું તો મારી માઁ ને અહીં જ બોલાવવાની છું.😅😝😂😜🤣

અડધી રાત્રે બેડરૂમનો ટેલિફોન વાગ્યો,પતિ(પત્નીને): કોઈ મારા વિષે પૂછે તો કહેજે હું ઘરે નથી.પત્ની (ફોન ઉંચકીને) : મારા પતિ ઘરે જ છે.પતિ (ગુસ્સામાં) : મેં કહ્યું હતું કે કોઈ મારા વિષે પૂછેતો કહેજે હું ઘરે નથી,તો પછી તે એવું કેમ કહ્યું કે,હું ઘરે છું.પત્ની : તમે ચુપચાપ...

મંદિરમાંથી ચંપલ ચોરાઈ જાય તો ખુશ રહો! શનિના આ 2 દોષોથી તાત્કાલિક રાહત

પૂજા-પાઠ માટે મોટાભાગના લોકો મંદિર જાય છે. આ જ કડીમાં તે પોતાના જૂતા-ચંપલ બહાર ઉતારી દે છે, કારણ કે જૂતા-ચંપલ પહેરીને ભગવાનના દર્શન કરવા યોગ્ય નથી મનાતા. માન્યતા છે કે આવું કરવાથી ભગવાનના દર્શનનો લાભ નથી મળતો. આ જ કારણ છે કે પૂજા-પાઠ અને ભગવાનના દર્શન કરવા...

તેમને આટલી ઊંડી માહિતી કેવી રીતે મળી?😅😝😂😜🤣

છગન ગંભીર રીતે બીમાર પડ્યો.તે ડોક્ટર પાસેથી દવા લઈને ઘરે આવ્યો.પત્ની : ડોક્ટરે શું કહ્યું?છગન : ડોક્ટરે કહ્યું છે કેસૂતી વખતે ટેન્શન લઈને ન સૂવું.પત્ની : તો તેનો ઈલાજ શું છે?છગન : આજથીતારે બહાર હોલમાં સુવાનું છે.😅😝😂😜🤣🤪 માસ્તર : આ રૂઢિપ્રયોગનો અર્થ જણાવો,‘સાપની પૂંછડી પર પગ મૂકવો.’ વિદ્યાર્થી :...